ચેન્નઈમાં ગઈ કાલે એડવર્ડ ઇલિયોટ્સ બીચ પર વૉક ફૉર પ્લાસ્ટિક ઑર્ગેનાઇઝેશન દ્વારા ગ્રીન કાચબાનું એક સ્ક્લ્પ્ચર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું હતું.
ગ્રીન કાચબા
ચેન્નઈમાં ગઈ કાલે એડવર્ડ ઇલિયોટ્સ બીચ પર વૉક ફૉર પ્લાસ્ટિક ઑર્ગેનાઇઝેશન દ્વારા ગ્રીન કાચબાનું એક સ્ક્લ્પ્ચર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું હતું. આ સ્ક્લ્પ્ચરની ખાસિયત છે કે એ પ્લાસ્ટિકની બૉટલ્સમાંથી બન્યું છે. આ સ્કલ્પ્ચર ઇન્સ્ટૉલ કરવાનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલ્સના ઉપયોગથી પર્યાવરણ, ખાસ કરીને દરિયાઈ જીવન પર થતી વિપરીત અસરો બાબતે અવેરનેસ લાવવાનો છે. આ સ્ક્લ્પ્ચરને જોવા માટે અનેક લોકો આ બીચ પર ઊમટી પડ્યા હતા.

