ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી વજનદાર સાઇકલ

ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી વજનદાર સાઇકલ

30 March, 2023 11:41 AM IST | Berlin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સાઇકલના ૩૭ ફૉર્વર્ડ અને ૭ રિવર્સ ગિયર્સ છે

ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી વજનદાર સાઇકલ Offbeat News

ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી વજનદાર સાઇકલ

જર્મનીમાં ૨૧૭૭ કિલો વજનની એક સાઇકલ બનાવવામાં આવી છે. ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી આ ક્લેઇન જૉહાના સાઇકલને જર્મનીની રેકૉર્ડ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વની સૌથી વજનદાર સાઇકલ ગણાવી છે. એની લંબાઈ પાંચ મીટર અને ઊંચાઈ બે મીટર છે. એને બનાવનાર સેબાસ્ટિયન બ્યુટલર જર્મનીના સેક્સોની-ઍનહૉલ્ટ રાજ્યના કોથેન નામના શહેરમાં રહે છે. આ સાઇકલની ગિયર-સિસ્ટમ માટે ટ્રકના ગિયર-બૉક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાઇકલના ૩૭ ફૉર્વર્ડ અને ૭ રિવર્સ ગિયર્સ છે. જોકે કોઈ એક વ્યક્તિ માત્ર પેડલથી આ સાઇકલ ચલાવી શકે નહીં, પરંતુ આ સાઇકલ ૧૫ ટન વજન ખેંચી શકે છે. ક્લેઇન જૉહાના બનાવવા માટે ૨૫૦૦ કલાક લાગ્યા હતા. આ સાઇકલમાં એક બિલ્ટ-ઇન એન્જિન છે જે માત્ર આ સાઇકલનો ઉપયોગ કરનારના સેલફોનને ચાર્જ કરે છે. આ સાઇકલ કેટલી ઝડપથી ચાલે છે એની ઘોષણા કરવામાં નથી આવી. માત્ર રેકૉર્ડ માટે જ આ સાઇકલ બનાવાઈ હોવાનું જણાય છે.


30 March, 2023 11:41 AM IST | Berlin | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK