Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓવરલોડિંગની તમામ હદ વટાવી

ઓવરલોડિંગની તમામ હદ વટાવી

17 March, 2023 04:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે

સોશ્યલ મીડિયા પર અત્યારે એક ટ્રૅક્ટરનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રૅક્ટર માત્ર બે વ્હીલ પર જ ચાલતું જોવા મળે છે

Offbeat News

સોશ્યલ મીડિયા પર અત્યારે એક ટ્રૅક્ટરનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રૅક્ટર માત્ર બે વ્હીલ પર જ ચાલતું જોવા મળે છે


સોશ્યલ મીડિયા પર અત્યારે એક ટ્રૅક્ટરનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રૅક્ટર માત્ર બે વ્હીલ પર જ ચાલતું જોવા મળે છે. આ વિડિયો હર્ષ ગોએન્કા અને આનંદ મહિન્દ્ર જેવા ઉદ્યોગપતિઓએ પણ શૅર કર્યો છે. ભારતમાં કોઈ પણ કામને પૂરું કરવા માટે એક અલગ રસ્તો, ક્યારેક અનસેફ માર્ગ પણ અપનાવવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં જુગાડ કહેવામાં આવે છે. રીસન્ટ્લી સોશ્યલ મીડિયા પર આ વાઇરલ વિડિયોમાં એક ડ્રાઇવર વળાંકવાળા રસ્તા પર ઓવરલોડેડ શેરડી લઈને જતો જોવા મળ્યો છે.

ટ્રૅક્ટરમાં શેરડી ઠાંસી-ઠાંસીને ભરવામાં આવી હોવાને કારણે ટ્રૅક્ટરનાં આગળનાં બે વ્હીલ હવામાં અધ્ધર થઈ ગયાં હતાં. વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. બે વ્હીલ પર જોખમી રીતે ટ્રૅક્ટર ચલાવવાનો આ વિડિયો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. અનેક યુઝર્સે લખ્યું હતું, ‘ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK