Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્રાન્સમાં ૧૩ વર્ષ સુધીનાં બાળકોને સ્માર્ટ ફોનથી દૂર રાખવાની સરકારની તૈયારી

ફ્રાન્સમાં ૧૩ વર્ષ સુધીનાં બાળકોને સ્માર્ટ ફોનથી દૂર રાખવાની સરકારની તૈયારી

02 May, 2024 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮ વર્ષની ઉંમર સુધી સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પણ બૅન મૂકવાની ભલામણ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


બાળકો બોલવાનું શીખે એ પહેલાં મોબાઇલ ફોનની લત લાગી જતી હોય છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ફ્રાન્સની સરકારે તૈયારી કરી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમૅન્યુઅલ મૅક્રૉનના વડપણ હેઠળની સમિતિએ ૧૩ વર્ષ સુધીનાં બાળકો સ્માર્ટ ફોન યુઝ કરી શકે નહીં એવો કાયદો લાવવાની ભલામણ કરી છે એટલું જ નહીં, ૧૮ વર્ષની ઉંમર સુધી સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પણ બૅન મૂકવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ ત્રણ મહિના સુધી અભ્યાસ કર્યા બાદ આ ભલામણો કરી છે. 

બાળકોમાં મોબાઇલ ફોનની લત વિશે ફ્રાન્સ સરકારની સમિતિનું શું માનવું છે? 

સમિતિનું માનવું છે કે ત્રણ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મોબાઇલ કે ટીવી સહિત કોઈ પણ પ્રકારના સ્ક્રીનના સંપર્કથી દૂર રાખવાં જોઈએ. 
જો ૧૧થી ૧૩ વર્ષની વયનાં બાળકોને ફોન આપવાની જરૂર પડે તો આ ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન ન હોય એ જરૂરી છે. 
૧૩ વર્ષની વય પછી જ ઇન્ટરનેટ હોય એવો ફોન આપવો જોઈએ. 
૩થી ૬ વર્ષની વય સુધીનાં બાળકોનો સ્ક્રીન-ટાઇમ મર્યાદિત રહે એ પણ જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK