બ્રિટનના ટૉમી ફ્લીટવુડ નામના ગૉલ્ફરને એક મૅચમાં એક માખીએ જીત અપાવી હતી. વાત એમ હતી કે ગોલ્ફની એક મેચમાં તેમણે ફાઇનલ શોટ માર્યો હતો
ટૉમી ફ્લીટવુડ
બ્રિટનના ટૉમી ફ્લીટવુડ નામના ગૉલ્ફરને એક મૅચમાં એક માખીએ જીત અપાવી હતી. વાત એમ હતી કે ગોલ્ફની એક મેચમાં તેમણે ફાઇનલ શોટ માર્યો હતો. લાગ્યું કે બૉલ હોલમાં જ જશે, પણ છેક એના મોઢા પાસે જઈને બોલ અટકી ગયો. બૉલને અટકી ગયેલો જોઈને લગભગ બધાના મોઢામાંથી સિસકારો નીકળી ગયો હતો, પણ એ જ વખતે એક માખી એ ગોલ્ફ બૉલ પર આવીને બેઠી એ બેસવાને કારણે સ્થિર થઈ રહેલો બોલ પાછો હલવા માંડયો અને એ વખતે એ હોલમાં જઈને પડયો. એ પછી ટૉમી ફ્લીટવુડે મેચ જીતી લીધી અને તેમને ૯ લાખ ડૉલર એટલે કે લગભગ ૮ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.


