Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિઅરનું કૅન ખોલવા મગરની મદદ લીધી

બિઅરનું કૅન ખોલવા મગરની મદદ લીધી

08 July, 2024 11:30 AM IST | Florida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લૉરિડાનો એક યુવક મધદરિયે મગર સાથે મસ્તી કરતો જોવા મળે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


સાપ અને મગર જેવાં ખતરનાક સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ સાથે ચેડાં કરવાનું પ્રાણઘાતક નીવડી શકે છે, પણ કેટલાક લોકોને એમાં મજા આવે છે. તાજેતરમાં એક વિડિયો ફરે છે જેમાં ફ્લૉરિડાનો એક યુવક મધદરિયે મગર સાથે મસ્તી કરતો જોવા મળે છે. તે બોટમાંથી નીચે નમીને મગરને જાણે બિઅરની બૉટલ લેવા માટે લલચાવે છે. મગર મોં ખોલે છે એટલે તે બૉટલનું ઢાંકણું મગરના દાંતમાં લગાવે છે. શાર્પ દાંતથી બૉટલના ઢાંકણામાં કાણું પડી જાય છે અને થોડો બિઅર મગરના મોઢામાં જાય છે. એ પછી મગર પાછો પાણીની અંદર જતો રહે છે. આ વિડિયો જોઈને એક જણે કમેન્ટ કરી હતી, ‘બિઅરનું ઢાંકણું ખોલવા ટૂલની પસંદગી મજાની હતી.’


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 11:30 AM IST | Florida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK