કેટલાક વીડિયોઝ જોયા પછી આપણને સારું લાગે છે. આજના સમયમાં જોવા જઈએ તો વહુ અને સસરા વચ્ચેના સંબંધો આટલા સહજ નથી હોતા પણ આ વીડિયો જોયા બાદ તમે ખુશ થઈ જશો.
પ્રતીકાત્મક તસવીર
સોશિયલ મીડિયા પર સસરા અને વહુનો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. આ ડાન્સ લોકોને ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે. આ ડાન્સને જોયા બાદ સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ્સ આવી રહી છે. ઈન્ટરનેટ પર યૂઝર્સ કહી રહ્યા છે કે આ તો ખૂબ જ કૂલ સસરા છે. જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર દરરોજ અનેક બહેતરીન વીડિયોઝ જોવા મળી જાય છે. કેટલાક વીડિયોઝ જોયા પછી આપણને સારું લાગે છે. આજના સમયમાં જોવા જઈએ તો વહુ અને સસરા વચ્ચેના સંબંધો આટલા સહજ નથી હોતા પણ આ વીડિયો જોયા બાદ તમે ખુશ થઈ જશો.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સસરા-વહુની જોડી એક ગીત પર ડાન્સ કરે છે. સોશિયલ મીડિયા યૂઝર્સને આ ડાન્સ જોયા બાદ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. હકિકતે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Officialhumansofbombay દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આમાં એક સુંદર સ્ટોરી શૅર કરવામાં આવી છે, જે બધાએ વાંચવી જોઈએ.
ADVERTISEMENT
આ ખૂબ જ જૂની સ્ટોરી છે
સસરા કહે છે કે જ્યારે મારા દીકરાએ રોહને તાન્વી સાથે મુલાકાત કરાવી હતી તો હું સમજી ગયો હતો કે તે તેની ગર્લફ્રેન્ડ છે. તો થોડો શરમાળ હતો, પણ હું મારા દીકરાનો ઓળખું છું.
View this post on Instagram
તાન્વી અમારી ફેમિલી માટે ફિટ છે. પહેલી મુલાકાતમાં જ તે મને પગે લાગી, મને ખૂબ જ આનંદ થયો. તે દિવસે અમે સાથે બેઠા, જમ્યા અને એન્જૉય કર્યું, આ સંબંધની શરૂઆત હતી.
આ પણ વાંચો : Video : અક્ષય કુમારને મળવા બેરિકેડ કૂદીને પહોંચ્યો ફેન, પછી થઈ જોવા જેવી
સસરા જણાવી રહ્યા છે કે તાન્વીને મળીને તે ખૂબ જ ખુશ છે. લગ્નની તૈયારીઓ માટે તે મહેનત કરવા માંડ્યા. લગ્નની જગ્યા નક્કી કરવા માટે તેમણે તાન્વીના પપ્પાની રાય પણ લીધી. લગ્ન બાદ તાન્વી તેમની સાથે રહેવા માંડી. સાથે અમે ખૂબ જ ખુશ છીએ. હું તેને વહુ નહીં પણ દીકરી માનું છે. અમે બન્ને ખૂબ જ એન્જૉય કરીએ છીએ. તાન્વીને કારણે ઘરની રોનક વધી ગઈ છે.


