Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શ્રાવણ મહિનામાં ઘરમાં દેખાયો કોબ્રા, પરિવારે દીવો કર્યો અને ફળફૂલ અર્પણ કરીને પૂજા

શ્રાવણ મહિનામાં ઘરમાં દેખાયો કોબ્રા, પરિવારે દીવો કર્યો અને ફળફૂલ અર્પણ કરીને પૂજા

Published : 03 August, 2026 05:32 PM | IST | Khargone
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ખરગોનમાં ઘરમાં કોબ્રા દેખાતા પરિવાર ગભરાયો, પરંતુ શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને તેને ભગવાન શિવનો સંદેશ માની દીવો પ્રગટાવી પૂજા કરી. બે કલાક બાદ સાપ પોતાની મેળે બહાર નીકળી ગયો.

શ્રાવણ મહિનામાં ઘરમાં દેખાયો કોબ્રા, પરિવારે દીવો કર્યો અને ફળફૂલ અર્પણ કરીને પૂજા

શ્રાવણ મહિનામાં ઘરમાં દેખાયો કોબ્રા, પરિવારે દીવો કર્યો અને ફળફૂલ અર્પણ કરીને પૂજા


મધ્ય પ્રદેશના ખરગોન શહેરમાં એક ઘરમાં બે ફુટનો કોબ્રા જોવા મળ્યો. શરૂઆતમાં તો પરિવારજનો ગભરાઈ ગયા, પરંતુ સાપ હૉલમાં વચ્ચોવચ ફેણ લગાવીને બેસી ગયો હતો. ડરની વચ્ચે પણ પરિવારને શ્રાવણ મહિનો યાદ આવ્યો. ભગવાન શિવનું આભૂષણ એવા સર્પદેવને સાક્ષાત્ પ્રભુનો સંદેશો સમજીને સાપ જ્યાં બેઠો હતો એની પાસે દીવો પ્રગટાવ્યો, ફળફૂલ ધરાવ્યાં અને બધા દૂર ઊભા રહીને દર્શન કરવા લાગ્યા. બે કલાક સુધી સાપ એમ જ બેસી રહ્યો અને પછી પોતાની મેળે ઘરના મુખ્ય દરવાજેથી જ બહાર નીકળી ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 05:32 PM IST | Khargone | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK