Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બંધ પડેલા ઘરનું લાઇટ-બિલ આવ્યું ૧.૯૯ કરોડ રૂપિયા

બંધ પડેલા ઘરનું લાઇટ-બિલ આવ્યું ૧.૯૯ કરોડ રૂપિયા

Published : 10 March, 2026 02:16 PM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર પ્રદેશમાં સમરલકોટામાં એક ખાલી પડેલા ઘરનું લાઇટનું બિલ જોઈને પરિવાર હેબતાઈ ગયો હતો. દુસારી દુર્ગા નામના શહેરમાં એક હાઉસિંગ કૉલોનીમાં આવેલા બંધ ફ્લૅટનું વીજળીનું બિલ ૧.૯૯ કરોડ રૂપિયા આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આંધ્ર પ્રદેશમાં સમરલકોટામાં એક ખાલી પડેલા ઘરનું લાઇટનું બિલ જોઈને પરિવાર હેબતાઈ ગયો હતો. દુસારી દુર્ગા નામના શહેરમાં એક હાઉસિંગ કૉલોનીમાં આવેલા બંધ ફ્લૅટનું વીજળીનું બિલ ૧.૯૯ કરોડ રૂપિયા આવ્યું હતું. પરિવાર ઘણા સમયથી એ ઘરમાં રહેતો નહોતો એટલે એ એમ જ બંધ પડ્યું હતું. જ્યારે પરિવારને બિલની રકમની ખબર પડી એટલે તેમણે વીજળી વિભાગમાં ફરિયાદ કરી. ઇલેક્ટ્રિસિટી પ્રોવાઇડ કરતી કંપનીએ તપાસ કરી તો ખબર પડી કે તાજેતરમાં જ એ વિસ્તારમાં નવાં વીજળીનાં મીટર લગાવવામાં આવ્યાં હતાં. મીટર લગાવતી વખતે સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે બિલની રકમ વધુપડતી દેખાઈ હતી. મીટરની તપાસ કરતાં ખબર પડી કે તેમનું બિલ માત્ર ૧૪૭ રૂપિયા જ હતું. 


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 02:16 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK