Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાસરિયાંએ સ્કૂટર અપાવવાની ના પાડી તો પત્ની, સાસુ-સસરાને પેટ્રોલ નાખીને સળગાવ્યાં

સાસરિયાંએ સ્કૂટર અપાવવાની ના પાડી તો પત્ની, સાસુ-સસરાને પેટ્રોલ નાખીને સળગાવ્યાં

Published : 10 March, 2026 03:29 PM | IST | Karnataka
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૅન્ગલોરમાં એક મામૂલી વિવાદે ખોફનાક સ્વરૂપ લઈ લીધું હતું. ૩૨ વર્ષના પાંડુરંગા નામના યુવકે તેની પત્ની પાસે ટૂ-વ્હીલરની ડિમાન્ડ કરી હતી. તેની ૨૭ વર્ષની પત્ની સુમલતા ડોમેસ્ટિક હેલ્પર તરીકેનું કામ કરીને પરિવારનો ગુજારો કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૅન્ગલોરમાં એક મામૂલી વિવાદે ખોફનાક સ્વરૂપ લઈ લીધું હતું. ૩૨ વર્ષના પાંડુરંગા નામના યુવકે તેની પત્ની પાસે ટૂ-વ્હીલરની ડિમાન્ડ કરી હતી. તેની ૨૭ વર્ષની પત્ની સુમલતા ડોમેસ્ટિક હેલ્પર તરીકેનું કામ કરીને પરિવારનો ગુજારો કરે છે. પાંડુરંગ વારંવાર પત્ની અને પિયરિયાંઓ પાસેથી સ્કૂટર અપાવવાની જીદ કરી રહ્યો હતો. આ મામલે ઝઘડો થતાં પત્ની તેના પિયર આવીને રહેવા માંડી હતી. જોકે પાંડુરંગ પત્નીના પિયર પણ પહોંચી ગયો હતો. તેણે સાસરે જઈને ઝઘડો કર્યો અને જ્યારે પત્ની અને તેનાં માબાપ મળી ત્રણેય સ્કૂટર નહીં અપાવવાની વાત પર અડગ રહ્યાં ત્યારે તેણે ગુસ્સે ભરાઈને પોતાની સાથે લાવ્યો હતો એ પેટ્રોલની બૉટલ ખોલીને એ ત્રણેય પર છાંટી દીધું અને આગ ચાંપીને ત્યાંથી નાસી ગયો હતો. ઘરમાંથી ઊઠેલી આગની જ્વાળાઓ અને ચીસાચીસ સાંભળીને પાડોશીઓ તરત ત્યાં પહોંચ્યા અને તેમણે આગ બુઝાવવાની કોશિશ કરી હતી. ત્રણેયને ગંભીર દાઝેલી અવસ્થામાં નજીકની હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 03:29 PM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK