પ્રદીપ કુમાર ઘોષ નામના કલાકારે એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા પાપડ લઈને એમાંથી મા દુર્ગાની મૂર્તિ બનાવી હતી
દુર્ગાદેવીની અનોખી મૂર્તિ બની છે પાપડમાંથી
ભારતનાં પૂર્વનાં રાજ્યોમાં દુર્ગાપૂજાનું અનેરું મહત્ત્વ હોય છે અને અલગ-અલગ રીતે દુર્ગા માની મૂર્તિઓનું નિર્માણ ચરમસીમાએ છે. એવામાં આસામના એક માઈભક્તે પાપડમાંથી મા દુર્ગાની મૂર્તિ બનાવી છે. પ્રદીપ કુમાર ઘોષ નામના કલાકારે એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા પાપડ લઈને એમાંથી મા દુર્ગાની મૂર્તિ બનાવી હતી. પ્રદીપનું કહેવું છે કે ‘ફેંકી દેવાયેલા ખાદ્ય પદાર્થોથી પણ પોલ્યુશન ફેલાય છે. એને બદલે આ ખાદ્ય ચીજોનો ઉપયોગ યુનિક રીતે કરવો જોઈએ.’
પ્રદીપ કુમાર આ પહેલાં કાગળથી બનેલી અદ્ભુત મા દુર્ગાની મૂર્તિઓ બનાવી ચૂક્યા છે.


