ઘરમાં એટલા બધાં વાંદા હતા, કે આ માણસે ધમાકો જ કરી દીધો
પ્રતીકાત્મક તસવીર
કોને સારું લાગે કે તેના ઘરમાં વાંદા હોય? પણ તેનો અર્થ એ તો નથી કે તેમને ભગાડવા માટે તમે ઘરમાં જ ધડાકો કરી દો. ના...ના.. ખોટી વાત. ધડાકાથી કંઇ જ પૂરું નથી થતું. માર્કેટમાં બીજો ઘણો સામાન મળે છે જેનાથી વાંદા ભગાડી શકાય. પણ બ્રાઝિલના રહેવાસી Cesar Schmitzને આ નથી લાગતું. તેથી તેણે વાંદા ભગાડવા ઘરમાં જ ધડાકો કરી દીધો.
Cesar જણાવે છે કે તેના ઘરના ગાર્ડનમાં આવી ગયા હતા વાંદા. જેનાથી તે ઘણો જ હેરાન થતો હતો. અહીં સુધી કે તેની પત્નીએ પણ તેને આ બાબતે ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
Cesarએ પહેલા સ્પ્રે નાખ્યું હતું. થોડી વાર વાંદા ભાગી ગયા, પણ પછી પાછા આવી ગયા. તે ઉડતા રહ્યા, તેના પછી Cesarએ કંઇક કરવાનનું નક્કી કર્યું. કંઇક એવું જેનાથી આ કામ પાર પડે જ.
વાંદા માટે કર્યો ધડાકો
તેના પછી તેણે બીજો પર્યાય વાપર્યો. વાંદાના આવવાની જગ્યા શોધી. પછી ત્યાં ગેસોલીન નાખ્યું અને આગ લગાડી દીધી અને પછી થયો ધડાકો, બૂમ.
માંડ માંડ બચ્યા તેમના કૂતરા
આ ધડાકા દરમિયાન તેમના ડૉગ્સ પણ તેની બાજુમાં હતા. બન્ને કુતરા તેની પાસે બેઠા હતા. જેવો ધડાકો થયો, સૌથી પહેલા કુતરા દોડ્યા. જો થોડું પણ મોડું થયું હોત, તો કુતરાઓનો જીવ જોખમમાં મૂકાયો હોત.
આ પણ વાંચો : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત
ઘણું નુકસાન થઈ ગયું
આ વિસ્ફોટ પછી તેણે જણાવ્યું કે મારું આમાં ઘણું નુકસાન થઈ ગયું. અહીં સુધી કે ટેબલ પણ તૂટી ગયું. જો કે વાંદા મરી ગયા બધા. ખુશીની વાત છે. તમને બધાંને રિક્વેસ્ટ છે કે તમે ટ્રાય ન કરતાં.