Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં દુનિયાનું સૌથી મોટું ઍરપોર્ટ બનશે, એમાં ૪૦૦ જેટલા ટર્મિનલ ગેટ હશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું ઍરપોર્ટ બનશે, એમાં ૪૦૦ જેટલા ટર્મિનલ ગેટ હશે

30 April, 2024 10:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત ઍરપોર્ટ પૈકીનું એક

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ગગનચુંબી ઇમારતો જેની ઓળખ છે એવા દુબઈમાં હવે વિશ્વનું સૌથી મોટું ઍરપોર્ટ બનવાનું છે. નવા ઍરપોર્ટનું નામ અલ મક્તુમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ હશે જે ૨.૯ લાખ કરોડ રૂપિયામાં તૈયાર થશે. આ ઍરપોર્ટ હાલના દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ કરતાં પાંચ ગણું મોટું હશે. વાર્ષિક ૨૬ કરોડ પૅસેન્જરની ક્ષમતા ધરાવતા અલ મક્તુમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટમાં પાંચ પૅરૅલલ રનવે અને ૪૦૦ ઍરક્રાફ્ટ ગેટ હશે. અત્યારે દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત ઍરપોર્ટ પૈકીનું એક છે અને નવું ઍરપોર્ટ બન્યા બાદ અહીંની તમામ કામગીરી મલ્ટિ-બિલ્યન ડૉલર પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અલ મક્તુમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને કારણે દુબઈ સાઉથમાં હાઉસિંગની ડિમાન્ડ વધશે એટલે ઍરપોર્ટની આસપાસ આખું શહેર ઊભું કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK