Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪ પત્ની, ૫૮ બાળકો અને ગરીબાઈ છતાં હજી આ અફઘાની પરિવાર વધારી રહ્યો છે

૪ પત્ની, ૫૮ બાળકો અને ગરીબાઈ છતાં હજી આ અફઘાની પરિવાર વધારી રહ્યો છે

Published : 22 October, 2026 03:23 PM | Modified : 22 October, 2026 03:43 PM | IST | Afghanistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુલ ૭૦ સંતાનો હતાં પરંતુ ૧૨ સંતાનો બાલ્યાવસ્થામાં જ ગુજરી ગયાં. હાલમાં તેનો સૌથી નાનો દીકરો ૩ મહિનાનો છે. તેની કમાણી ખૂબ ઓછી છે અને આખા પરિવારનું ભરણપોષણ કરવાનું પણ તેના માટે અઘરું છે. તે એક કાર ડીલરશિપ કંપનીમાં કામ કરે છે.

અફઘાની પરિવાર

અજબ ગજબ

અફઘાની પરિવાર


અફઘાનિસ્તાનમાં મોહમ્મદ સાદિક નામના ભાઈની આર્થિક સ્થિતિ ખૂબ પાતળી છે, પરંતુ તેમનો પરિવાર મોટો કરવાની ઝંખના કેમેય ઓછી થતી નથી. સાદિકને ૪ પત્નીઓ છે અને ૫૮ સંતાનો છે. આ તો માત્ર જીવિત સંતાનોની સંખ્યા થઈ. તેને કુલ ૭૦ સંતાનો હતાં પરંતુ ૧૨ સંતાનો બાલ્યાવસ્થામાં જ ગુજરી ગયાં. હાલમાં તેનો સૌથી નાનો દીકરો ૩ મહિનાનો છે. તેની કમાણી ખૂબ ઓછી છે અને આખા પરિવારનું ભરણપોષણ કરવાનું પણ તેના માટે અઘરું છે. તે એક કાર ડીલરશિપ કંપનીમાં કામ કરે છે. જો તે એક કાર વેચે તો તેને ૧૦૦૦ અફઘાન  અફઘાની મળે છે જે ભારતીય કરન્સી મુજબ ૧૪૫૦ રૂપિયા થાય. ગરીબીને કારણે સંતાનોને પૂરતું પોષણ પણ નથી મળતું છતાં તેની એકેય પત્ની ક્યારેય ફરિયાદ નથી કરતી. સાદિકને તેનાં તમામ સંતાનોનાં નામ પણ મોઢે યાદ નથી, છતાં તે હજી પરિવારનો વિસ્તાર કરવાનું અટકાવવાના મૂડમાં નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 03:43 PM IST | Afghanistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK