દિલ્હીના દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલા ચાર માળના બિલ્ડિંગનો કાટમાળ હટાવી દીધા બાદ જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગની નીચે ઉંદરોએ મોટાં-મોટાં દર બનાવ્યાં હતાં અને એને કારણે બિલ્ડિંગના પાયા કાચા પડી ગયા હતા.
દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલું બિલ્ડિંગ
દિલ્હીના દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલા ચાર માળના બિલ્ડિંગનો કાટમાળ હટાવી દીધા બાદ જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગની નીચે ઉંદરોએ મોટાં-મોટાં દર બનાવ્યાં હતાં અને એને કારણે બિલ્ડિંગના પાયા કાચા પડી ગયા હતા. કાટમાળ હટાવનારી ટીમે નોંધ્યું હતું કે બિલ્ડિંગ તૂટી પડ્યું એની સાથે-સાથે એ જમીનમાં ત્રણથી ચાર ફુટ નીચે તરફ ધસી ગયું હતું. બિલ્ડિંગના રહેવાસીઓએ પણ કહ્યું હતું કે બિલ્ડિંગની નીચે ઉંદરોની અવરજવર દેખાતી હતી. આમ એવું લાગી રહ્યું છે કે ઉંદરોને કારણે આ મકાન હોનારત થઈ હોવી જોઈએ.
બીજી તરફ બાજુના બિલ્ડિંગના લોકોએ જણાવ્યું હતું કે સુધરાઈએ જે નાળાં બનાવ્યાં હતાં એ કાચાં છોડી દીધાં હતાં તેથી મકાનના પાયામાં પાણી જતું હતું એટલે પણ પાયા કાચા પડી ગયા હશે. સુધરાઈએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ બાદ હોનારતનાં કારણોની જાણ થશે.

