લોકોને આવી લૂંટ મચાવતા જોઈને કોઈકે એ ઘટનાનો વિડિયો લઈને વાઇરલ કરી દીધો હતો. પોલીસ હવે બૅગ ચોરનારા ગઠિયાઓ અને રોડ પર પડેલી નોટો વીણી જનારા લોકોની તપાસમાં લાગી છે.
વેપારીની રોકડ ભરેલી બૅગ ગઠિયાઓ છીનવી ગયા, ઝપાઝપીમાં બૅગ ખૂલી ગઈ
દિલ્હી જતી એક લક્ઝરી બસમાં જીરાનો વેપારી લાખો રૂપિયાની બૅગ લઈને ટ્રાવેલ કરી રહ્યો હતો. ઢાબા પર નાસ્તા-પાણી માટે બસ રોકાઈ એ વખતે તે બસમાંથી નીચે ઊતર્યો ત્યારે ત્યાં ટાંપીને બેઠેલા બે ગઠિયાઓ તેની પાસેથી બૅગ છીનવીને બાઇક પર ફરાર થઈ ગયા. જોકે એ દરમ્યાન ઝપાઝપીમાં બૅગ ખૂલી જતાં ચલણી નોટોની થપ્પીઓ રસ્તા પર ઊડવા લાગી. આ જોઈને ઢાબા પર બેઠેલા અને રોડ પરથી ટ્રાવેલ કરતા લોકોએ રૂપિયાની નોટો લૂંટી લેવા માટે અફડાતફડી મચાવી દીધી. લોકોને આવી લૂંટ મચાવતા જોઈને કોઈકે એ ઘટનાનો વિડિયો લઈને વાઇરલ કરી દીધો હતો. પોલીસ હવે બૅગ ચોરનારા ગઠિયાઓ અને રોડ પર પડેલી નોટો વીણી જનારા લોકોની તપાસમાં લાગી છે.

