Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રખડતી ગાય આઇસીયુ વૉર્ડમાં ઘૂસી ગઈ

રખડતી ગાય આઇસીયુ વૉર્ડમાં ઘૂસી ગઈ

22 November, 2022 10:53 AM IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના બાદ એક સિક્યૉરિટી ગાર્ડ અને ત્રણ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના રાજગઢમાં આવેલી એક હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ગાય ઘૂસી ગઈ હતી

Offbeat News

મધ્ય પ્રદેશના રાજગઢમાં આવેલી એક હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ગાય ઘૂસી ગઈ હતી


રસ્તા પર રખડતી ગાયો ગુજરાતનાં ઘણાં શહેરોમાં મોટી સમસ્યા છે, જે વાહનચાલકો તેમ જ રાહદારીઓ માટે બહુ મોટી સમસ્યા છે, પરંતુ વિવિધ કારણસર એનો કોઈ ઉકેલ મળતો નથી. તાજેતરમાં મધ્ય પ્રદેશના રાજગઢમાં આવેલી એક હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ગાય ઘૂસી ગઈ હતી. આઇસીયુ વૉર્ડમાં સામાન્ય રીતે પેશન્ટનાં સગાંવહાલાં માટે પહોંચવું પણ મુશ્કેલ હોય છે, પરંતુ અહીં તો ગાય ​આરામથી આઇસીયુ વૉર્ડમાં ફરતી અને મેડિકલ વેસ્ટની કચરાપેટીને ફંફોસતી જોવા મળી હતી. આ ઘટના બાદ એક સિક્યૉરિટી ગાર્ડ અને ત્રણ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હૉસ્પિટલની સિક્યૉરિટી એજન્સીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ગાય ગેટ પરના સિક્યૉરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓને ચકમો આપીને કઈ રીતે આઇસીયુ વૉર્ડમાં પહોંચી ગઈ એ એક મોટો સવાલ છે. ગાયને આઇસીયુ વૉર્ડમાં જતી અટકાવનારું કોઈ ન હોવાથી એક મુલાકાતીએ આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે હૉસ્પિટલની સુરક્ષા સંભાળતી એજન્સીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2022 10:53 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK