Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કમ્પ્યુટરનું પ્રિન્ટિંગ છે કે હૅન્ડરાઇટિંગ?

કમ્પ્યુટરનું પ્રિન્ટિંગ છે કે હૅન્ડરાઇટિંગ?

Published : 09 October, 2026 02:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજયવાડામાં રહેતી સંજના નામની એક સ્કૂલ-સ્ટુડન્ટ તેના અનોખા અક્ષરો માટે આજકાલ સોશ્યલ મીડિયા પર ફેમસ થઈ ગઈ છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વિજયવાડામાં રહેતી સંજના નામની એક સ્કૂલ-સ્ટુડન્ટ તેના અનોખા અક્ષરો માટે આજકાલ સોશ્યલ મીડિયા પર ફેમસ થઈ ગઈ છે. વિડિયોમાં નવમા ધોરણમાં ભણતી સંજના નામની છોકરી પહેલાં સ્માઇલ આપે છે અને પછી એક લીટીવાળા ફૂલ્સકૅપ પેપર પર લખવાનું શરૂ કરે છે. તે ભલે હાથેથી લખતી હોય, પરંતુ જે લખાણ છે એ જાણે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ થઈને આવતું હોય એવા સુંદર, ચોખ્ખા, એકસરખા વણાંકવાળા અને સ્પષ્ટ અક્ષરવાળું છે. એક અક્ષર પણ જરાય વાંકોચૂંકો નહીં. બે અક્ષરો અને શબ્દો વચ્ચેની જગ્યા પણ જાણે માપીને લખાતી હોય એટલી પર્ફેક્ટ. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા આ વિડિયોને ૧૧.૫ કરોડ વ્યુઝ મળ્યા છે. મોતીના દાણા જેવા હૅન્ડરાઇટિંગ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ છે. ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ પણ હાથેથી લખવાને બદલે કમ્પ્યુટર અને સ્માર્ટફોન પર ટાઇપિંગ વધુ કરે છે ત્યારે કોઈનું લખાણ આટલું સુંદર હોય એ અજાયબી જ કહેવાય.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK