મારિયા કચરો ફેંકવા ગઈ હતી એ વખતે આ કૂતરો પાછળથી આવ્યો અને તેના પર હુમલો કર્યો હતો
ક્રિસનો ૯૦ કિલો વજનનો કૉકેશિયન શેફર્ડ પ્રજાતિનો પાળેલો ડૉગી મારિયા પર તૂટી પડ્યો હતો
અમેરિકાના સિંગર ક્રિસ બ્રાઉન પર આરોપ છે કે તેના પાળેલા કૂતરાએ તેના ઘરમાં કામ માટે રાખેલી હાઉસકીપરને બચકું ભર્યું હતું. આમ તો ઘટના ૨૦૨૦ની છે, પરંતુ તાજેતરમાં લૉસ ઍન્જલસની કોર્ટમાં આ કેસનો ચુકાદો આવ્યો હતો. આ કોર્ટે ક્રિસ બ્રાઉનની હાઉસકીપર મારિયા એવિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ક્રિસનો ૯૦ કિલો વજનનો કૉકેશિયન શેફર્ડ પ્રજાતિનો પાળેલો ડૉગી મારિયા પર તૂટી પડ્યો હતો. મારિયા કચરો ફેંકવા ગઈ હતી એ વખતે આ કૂતરો પાછળથી આવ્યો અને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો હતો અને આંખોની દૃષ્ટિ સાવ નબળી પડી ગઈ હતી. તેના હાથ અને પગ પર માંસના લોચા નીકળી આવ્યા હતા. આ ભયાનક હુમલા પછી મારિયાએ આ કૂતરાના હુમલા માટે તેના માલિક ક્રિસની લાપરવાહીને જવાબદાર ગણાવીને કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે સિંગરને ૧૩ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૨૨ કરોડ રૂપિયા વળતર પેટે મારિયાને આપવાનો હુકમ કર્યો હતો.
