અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કંપનીઓને અમેરિકામાં જ મૅન્યુફૅક્ચરિંગ કરવાનો આગ્રહ કરીને ચીન સામે આડકતરી ટ્રેડ-વૉર છેડી નાખી છે ત્યારે ચાઇનીઝ સપ્લાયરો સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કંપનીઓને અમેરિકામાં જ મૅન્યુફૅક્ચરિંગ કરવાનો આગ્રહ કરીને ચીન સામે આડકતરી ટ્રેડ-વૉર છેડી નાખી છે ત્યારે ચાઇનીઝ સપ્લાયરો સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા છે. બર્કિન, લુઈ વિત્તોં, શનેલ, એસ્ટી લોડર અને બૉબી બ્રાઉન જેવી લક્ઝરી બ્રૅન્ડના ચાઇનીઝ મૅન્યુફૅક્ચરરનું કહેવું છે કે આ લક્ઝરી ચીજો અમેરિકા પાસેથી લેવાને બદલે ડાયરેક્ટ અમારી પાસેથી લેશો તો એની કિંમત દસમા ભાગ કરતાંય ઓછી પડશે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અનેક ચાઇનીઝ સપ્લાયરો હાઈ-ક્વૉલિટી મટીરિયલ અને કુશળ કારીગરી દ્વારા બનેલી લક્ઝરી આઇટમો તેમને કેટલામાં પડે છે એનું બ્રેકઅપ આપે છે. જે-તે બ્રૅન્ડનો લોગો લાગે એ પહેલાં તેમને આ ચીજો ખૂબ સસ્તામાં પડે છે. એક વિડિયોમાં સપ્લાયર કહે છે કે બિર્કિનની કેટલીક બૅગ જે અમેરિકામાં ૩૪,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૨૯ લાખ રૂપિયામાં વેચાય છે એ મૅન્યુફૅક્ચરિંગમાં જસ્ટ ૧૪૦૦ ડૉલર એટલે કે ૧.૨ લાખ રૂપિયામાં જ પડે છે. બૅગ બનાવનારાઓને ખૂબ જ ઓછો નફો મળે છે, જ્યારે લોગો લગાવીને પૅકેજિંગ કરનારાઓ ૧૦થી પંદર ગણો નફો મેળવે છે.

