ડોનલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવા ડેમોક્રૅટિક પાર્ટીના સંસદસભ્યોએ શરૂ કર્યું
ડોનલ્ડ ટ્રમ્પ
જાન્યુઆરી મહિનામાં રિપબ્લિક પાર્ટીના ડોનલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ તેમણે અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા અને એના પગલે હવે ડેમોક્રૅટિક પક્ષના સંસદસભ્યોએ તેમને સત્તા પરથી હટાવવા માટે મહાભિયોગ ચલાવવા ‘ઑપરેશન ઍન્ટિ-કિંગ’ શરૂ કર્યું છે.
ટ્રમ્પ પર સરમુખત્યારશાહીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પના વર્તનને અત્યાચારી ગણાવીને ડેમોક્રૅટિક પક્ષના સંસદસભ્યોએ કહ્યું હતું કે ‘ટ્રમ્પ લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા કરતાં રાજા તરીકે વધુ વર્તી રહ્યા છે અને એથી તેમની સામે હવે મહાભિયોગ લાવવાની તૈયારી થઈ રહી છે. ટ્રમ્પ લોકશાહીને જોખમમાં મૂકે છે, બંધારણનું ઉલ્લંઘન કરે છે અને કાયદાના શાસનને નબળું પાડે છે.’
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પના પહેલા શાસનકાળમાં તેમની સામે બે વાર ઇમ્પીચમેન્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.

