ચીનના હેનાન પ્રાંતમાં રહેતા ૩૦ વર્ષના આ યુવાને અનેક લોકોનું ડ્રીમ કહેવાય એવી ૧.૮ કરોડ રૂપિયાની મર્સિડીઝ મૅબેક S480 મૉડલની કાર ખરીદી છે.
ચીનના ૩૦ વર્ષના એક યુવકે એવી કાર ખરીદીને એની ટૅક્સી બનાવી છે
કાર ભાડે આપવા કે ટૅક્સી તરીકે ચલાવવા માટે લોકો સામાન્ય રીતે એવી ગાડી ખરીદે જે સસ્તી હોય. જોકે ચીનના ૩૦ વર્ષના એક યુવકે એવી કાર ખરીદીને એની ટૅક્સી બનાવી છે કે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ યુવાનને અમીર માનવો કે ગરીબ? ચીનના હેનાન પ્રાંતમાં રહેતા ૩૦ વર્ષના આ યુવાને અનેક લોકોનું ડ્રીમ કહેવાય એવી ૧.૮ કરોડ રૂપિયાની મર્સિડીઝ મૅબેક S480 મૉડલની કાર ખરીદી છે. એને જાતે યુઝ કરવાને બદલે એને ટૅક્સી બનાવી દીધી છે. તે ૫૯,૭૨૫ રૂપિયા પ્રતિ ટ્રિપના હિસાબે પોતે જ ટૅક્સી ચલાવે છે. આ કાર લેવા માટે તેણે ૮૦ લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવાનું હતું એ તેણે પોતાની બચતમાંથી કરી નાખ્યું અને બાકીની રકમની લોન લીધી. હવે તે યુવાનને પોતાની લાઇફ સેટ થઈ ગયેલી લાગે છે. દર મહિને એક લાખ ૭૦ હજાર રૂપિયા કારની લોન ચૂકતે કરવામાં જાય છે. ૮૫,૦૦૦ રૂપિયાનું ફ્યુઅલ વપરાય છે અને તેનો ખાવા-પીવાનો ખર્ચો થાય છે. એ પછી પણ તેની પાસે દોઢથી બે લાખ રૂપિયા બચે છે. તેનું કહેવું છે કે તે માત્ર પ્રી-બુકિંગ પર હાઈ-એન્ડ ક્લાયન્ટ્સ માટે જ કામ કરે છે અને મહિનામાં બહુ ગણીગાંઠી ટ્રિપ જ કરે છે એટલે તેની પાસે બાકીનો સમય રિલૅક્સ થવાનો અને મનમરજી મુજબ જીવવાનો બચે છે. હવે ટૅક્સી ચલાવતા આ ભાઈને અમીર ગણવો કે ગરીબ?


