પોલીસે તેના પેરન્ટ્સનો કૉન્ટૅક્ટ કરતાં ખબર પડી હતી કે ભાઈસાહેબને ડ્રગ્સની લત છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ચંડીગઢમાં એક માણસ બ્લિન્કિટની બૅગ લઈને રોડના ખૂણા પર માથું નીચે રાખીને સ્ટૅચ્યુની જેમ ઊભો રહી ગયેલો જોવા મળ્યો હતો. ચંડીગઢના સેક્ટર ૩૩માં બનેલી આ ઘટનાએ ઇન્ટરનેટ પર જબરી ચર્ચા જગાવી છે. યુવાને બ્લિન્કિટ ડિલિવરી બૉય જેવી બૅગ ખભે લટકાવી હતી અને તે રોડની કિનારીએ જરાય હાલ્યા-ચાલ્યા વિના એમ જ સ્થિર ઊભો રહેલો જોવા મળ્યો હતો. બેથી અઢી કલાક સુધી આ માણસ સૂધબૂધ ખોઈને ઊભો રહેલો જોવા મળ્યો એટલે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. કેટલાક લોકોએ અટકળ લગાવી કે કદાચ તેના સાંધા લૉક થઈ ગયા હશે. પોલીસે આવીને તેને તંદ્રામાંથી જગાડ્યો ત્યારે પણ જાણે તેને પોતે શું કરી રહ્યો છે એનું ભાન નહોતું. પોલીસે તેના પેરન્ટ્સનો કૉન્ટૅક્ટ કરતાં ખબર પડી હતી કે ભાઈસાહેબને ડ્રગ્સની લત છે અને ડ્રગ્સની અસર હેઠળ તે અચાનક જ જ્યાં હોય ત્યાં સૂધબૂધ ગુમાવીને બેસી જાય છે.
