આ બિલાડી આરામથી ઇન્સ્પેક્ટર કુડાળકરની ખુરસી પર આરામ કરતી દેખાઈ રહી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મુંબઈ પોલીસે હાલમાં સોશ્યલ મીડિયા પર પોલીસ-સ્ટેશનમાં એક બિલાડીનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર એસ. કુડાળકર દ્વારા શૅર કરવામાં આવ્યો છે, જેમાં લોલા નામની એક કાળી-સફેદ બિલાડી જોવા મળી રહી છે. આ બિલાડી આરામથી ઇન્સ્પેક્ટર કુડાળકરની ખુરસી પર આરામ કરતી દેખાઈ રહી છે. જ્યારે ઇન્સ્પેક્ટર ત્યાં આવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ લોલા બિલાડી ખુરસી પરથી હટવાનો ઇનકાર કરે છે. આ બિલાડી ત્યાં બેઠાં-બેઠાં આરામ કરવાનું પસંદ કરે છે. આ વિડિયો શૅર કરવાની સાથે-સાથે એવું પણ લખવામાં આવ્યું છે, ‘પર્ફેક્ટ ફ્રેન્ડશિપ...’ અનેકે કોમેન્ટ્સ કરી હતી કે હવે પ્રાણીઓને પણ ખુરસી ગમવા લાગી છે.


