તાજેતરમાં બ્રિટિશ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અવૉર્ડ ૨૦૨૩ જાહેર થયા હતા. કુલ ૧૩,૦૦૦ ફોટો આ સ્પર્ધા માટે આવ્યા હતા, જેમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સને ૫૦૦૦ પાઉન્ડના અંદાજે પાંચ લાખ રૂપિયાનાં ઇનામ હતાં. એક નજર કેટલાક વિજેતા ફોટાેગ્રાફ્સ પર...
ઇંગ્લૅન્ડના સ્ટૅફર્ડશર ગાર્ડનમાં વસતી લીફકટર માખીના ફોટો માટે આ ફોટોગ્રાફરને રનર-અપ ઇનામ મળ્યું હતું. ફોટોગ્રાફર ઍડ ફિલિપ્સે કહ્યું કે યુકેની આ પ્રજાતિના ફોટો પાડવાનું મને ગમે છે. મેં જોયું કે એક નર માખી પોતાના રાફડામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હતી. મેં એ માટે રાહ જોઈ. એણે એક તરફ માથું નમાવ્યું અને મને યોગ્ય ક્ષણ મળી ગઈ.
અર્બન વાઇલ્ડલાઇફ કૅટેગરીમાં આ ફોટોગ્રાફને રનર-અપ ઇનામ મળ્યું છે. મૅથ્યુ કેટલેએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે વાવાઝોડું આવી રહ્યું હોવાને કારણે ક્ષિતિજમાં વધુ પ્રકાશ હતો. પ્રકાશ ઓછો થતો હતો ત્યારે પક્ષીઓનું ટોળું પાછું માળા તરફ આવી રહ્યું હતું. એના ભવ્ય વળાંક અને એનાં પ્રતિબિંબોએ એક અદ્ભુત દૃશ્ય સરજ્યું હતું.

ADVERTISEMENT

પર્વતમાં રહેતાં સસલાંના આ ફોટાગ્રાફ રનર્સ-અપ રહ્યા હતા. ફોટોગ્રાફર પીટર બર્થોલોમ્યુએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે ભારે હિમવર્ષા થઈ રહી હતી એને કારણે દૃશ્ય ધૂંધળું હતું. ટેકરીની થોડી ઉપર રહેલા માદા સસલા તરફ નર સસલું આગળ વધી રહ્યું હતું, પરંતુ થોડું અટક્યું ત્યારે મેં આ ક્ષણ કચકડામાં ઝીલી લીધી હતી.


