Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાકો રસ્તો બનાવવા માટે પાથરેલું તાજું સિમેન્ટ અને કૉન્ક્રીટ ખોદીને લઈ ગયા ગામવાસીઓ

પાકો રસ્તો બનાવવા માટે પાથરેલું તાજું સિમેન્ટ અને કૉન્ક્રીટ ખોદીને લઈ ગયા ગામવાસીઓ

Published : 04 July, 2026 02:53 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોડની ચોરીનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો છે

કહેવાય છે કે લોકોએ આ કાચા માલથી પોતાનાં ઘરોનું રિપેરિંગ કામ કર્યું હતું

અજબ ગજબ

કહેવાય છે કે લોકોએ આ કાચા માલથી પોતાનાં ઘરોનું રિપેરિંગ કામ કર્યું હતું


બિહારના જહાનાબાદ જિલ્લાના ઔદાન બિગહા ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની રહેલા એક રોડની ચોરીનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો છે. રસ્તો બનાવવા માટે કર્મચારીઓએ સિમેન્ટ અને કૉન્ક્રીટનો માલ ભર્યો હતો, પરંતુ ગામલોકો પાવડો અને કોદાળી લઈને આવ્યા અને તેમની પાસે જે વાસણ મળ્યું એ લઈને એ તાજા રોડના કાચા મટીરિયલને લૂંટીને લઈ ગયા હતા. કહેવાય છે કે લોકોએ આ કાચા માલથી પોતાનાં ઘરોનું રિપેરિંગ કામ કર્યું હતું. વિડિયો જોઈને કેટલાકે લખ્યું હતું સરકારી સંપત્તિનો આવો દુરુપયોગ? જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આવું ત્યારે જ થાય જ્યારે સ્થાનિકોમાં હદપારની ગરીબી અને પાયાની જરૂરિયાતો પણ પૂરી કરવાના ફાંફાં હોય. 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 02:53 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK