બિહારના આરાના શિક્ષક રવિ કુમારે માત્ર ૯ સેકન્ડમાં અંગ્રેજીના ૨૬ અક્ષરો સ્પષ્ટ અને સ્વચ્છ રીતે લખીને ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં સિદ્ધિ નોંધાવી છે.
અંગ્રેજી વર્ણમાળાના ૨૬ અક્ષરો ૯ સેકન્ડમાં લખીને બનાવ્યો વિક્રમ
બિહારના આરા શહેરમાં રહેતા રવિ કુમારે પોતાની લખવાની સ્પીડનો અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. રવિના હાથમાં પેન આવે એ પછી તે તમે પલકારો મારો એટલી વારમાં તો બે-ત્રણ લાઇનો લખી નાખી શકે. ઝટપટ લખવા માટે થઈને તેણે ખાસ તાલીમ પણ લીધી છે. તાજેતરમાં રવિએ અંગ્રેજી વર્ણમાળાના ૧૬ મોટા અક્ષરો માત્ર ૯ સેકન્ડમાં લખીને ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે. રવિ શિક્ષક છે અને આરા શહેર પાસેના ગામમાં ભણાવે છે. રવિ માત્ર ૯ સેકન્ડમાં ૨૬ અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય એ રીતે સ્વચ્છ અક્ષરોમાં લખી શકે છે.
