લગભગ ૧૫,૦૦૦ રાખડીઓના વજનથી તેમનો જમણો હાથ સુન્ન પડી ગયો હતો.
ખાન સર
બિહારના પટનામાં કૉમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષક ખાનસર તેમની શીખવવાની પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓમાં ખૂબ ચહીતા છે. મૂળ ફૈઝલ ખાન નામ ધરાવતા આ શિક્ષક તેમના સ્ટુડન્ટ્સ સાથે હળવામળવાનો એકેય મોકો ચૂકતા નથી. દર વર્ષે તેઓ અનોખા અંદાજમાં રક્ષાબંધનનો તહેવાર મનાવે છે. પહેલાંની સરખામણીમાં હવે તેમના કોચિંગ ક્લાસમાં છોકરીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે એટલે તેમણે આ વખતે રક્ષાબંધન મનાવવા માટે પટનાનો એક હૉલ બુક કર્યો હતો. બધી બહેનો માટે ખાનસરે ખાવાપીવાનો પણ સરસ પ્રબંધ કર્યો હતો. રાખડી બંધાવવા માટે ખાનસર સ્ટેજ પર બેઠા હતા અને છોકરીઓ વારાફરતી લાઇનમાં આવીને રાખડીઓ બાંધતી રહી. સવારે દસ વાગ્યે શરૂ થયેલો આ સિલસિલો બપોરે દોઢ વાગ્યે પૂરો થયો હતો. તેમના હાથે એટલી રાખડીઓ થઈ ગઈ કે તેમનો હાથ સુન્ન થઈ ગયો હતો. લગભગ ૧૫,૦૦૦ રાખડીઓના વજનથી તેમનો જમણો હાથ સુન્ન પડી ગયો હતો.


