Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સીવેજ લાઇન ખોદતી વખતે મજૂરોને મળી આવ્યો ૮૫ કરોડ રૂપિયાનો સોનાનો ખજાનો

સીવેજ લાઇન ખોદતી વખતે મજૂરોને મળી આવ્યો ૮૫ કરોડ રૂપિયાનો સોનાનો ખજાનો

Published : 16 August, 2026 04:51 PM | IST | Brussels
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેલ્જિયમમાં સીવેજ લાઇન નાખવા માટે ખોદકામ કરી રહેલા મજૂરોને જમીનની અંદરથી સોનાના સિક્કા અને બિસ્કિટ મળી આવ્યા હતા. ખજાનાની કિંમત આશરે ₹85 કરોડ હોવાનું કહેવાય છે. માલિક ન મળતાં મજૂરોને ભવિષ્યમાં ઇનામ મળી શકે છે.

સીવેજ લાઇન ખોદતી વખતે મજૂરોને મળી આવ્યો ૮૫ કરોડ રૂપિયાનો સોનાનો ખજાનો

સીવેજ લાઇન ખોદતી વખતે મજૂરોને મળી આવ્યો ૮૫ કરોડ રૂપિયાનો સોનાનો ખજાનો


બેલ્જિયમમાં સીવેજ લાઇન બનાવવાના કામ દરમ્યાન કેટલાક મજૂરોનું નસીબ ચમકી ગયું હતું. એક જૂના બિલ્ડિંગના ભોંયતળિયાને હટાવીને એમાં સીવેજ લાઇન નાખી રહ્યા હતા ત્યારે ખોદકામ દરમ્યાન તેમને પીળા રંગની ચળકતી ધાતુના સિક્કા જોવા મળ્યા. એ જોઈને મજૂરોએ જરૂર કરતાં વધુ ખોદકામ કરી લીધું તો અંદરથી સોનાના સિક્કા અને બિસ્કિટ મળી આવ્યાં હતાં. સ્થાનિક કાયદા મુજબ આ ખજાનો પોતાની પાસે રાખવો ગુનો હોવાથી મજૂરોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ખજાનાનું મૂલ્યાંકન કરાવીને એક સ્વૈચ્છિક સંગઠનને સોંપી હતી. આ ખજાનો લગભગ ૮૫ કરોડ રૂપિયાનો હતો. આ ખજાનાનો અસલી માલિક મળ્યો ન હોવાથી પાંચ વર્ષ સુધી રાહ જોવામાં આવશે. જો કોઈ માલિક નહીં મળે તો ખજાનો શોધનારા મજૂરોને ઇનામ જરૂર મળશે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 04:51 PM IST | Brussels | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK