સૂકીભઠ જમીનમાં દૂર-દૂર સુધી વીજળીના થાંભલા અને તાર જ લાગેલા જોવા મળતા હોય એવું દૃશ્ય તો દરેક દેશમાં જોવા મળે, પરંતુ ઑસ્ટ્રિયામાં તમને મોટી ઇલેક્ટ્રિકલ ગ્રિડની વચ્ચે જંગલી પશુપંખીઓનાં તારથી બનાવેલાં શિલ્પો જોવા મળશે.
વીજળીના ટાવરો પાસે જાતજાતનાં પશુપંખીઓનાં શિલ્પો છે ઑસ્ટ્રિયામાં
સૂકીભઠ જમીનમાં દૂર-દૂર સુધી વીજળીના થાંભલા અને તાર જ લાગેલા જોવા મળતા હોય એવું દૃશ્ય તો દરેક દેશમાં જોવા મળે, પરંતુ ઑસ્ટ્રિયામાં તમને મોટી ઇલેક્ટ્રિકલ ગ્રિડની વચ્ચે જંગલી પશુપંખીઓનાં તારથી બનાવેલાં શિલ્પો જોવા મળશે. અહીંની સરકારે જ એક ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં વીજળી માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબસૂરત અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાની કોશિશ થઈ છે. આ આઇડિયાનું નામ છે ઑસ્ટ્રિયન પાવર જાયન્ટ્સ. અહીં તમને વિવિધ શેપનાં જાનવરોના શેપમાં વીજળીના ટાવર જોવા મળશે. ક્યાંક ઊડતું પંખી તો ક્યાંક હરણ જેવું ચંચળ પ્રાણી. મેઇસ્ટ આર્કિટેક્સના સહયોગથી ઑસ્ટ્રિયન સરકારે આવા થાંભલા બનાવ્યા છે. આ ડિઝાઇનનાં મિનિએચર્સ બનાવીને હવે સિંગાપોરમાં રેડ ડૉટ મ્યુઝિયમમાં એનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં આ ક્રીએટિવિટીને રેડ ડૉટ ડિઝાઇન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે.


