દર વખતે કંપનીને ૧૧૦૦ ડૉલરનો ખર્ચ કરવો પડે છે. ઓછો પગાર અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે વધી રહેલા ખર્ચને કારણે ઘણા લોકો આટલા ઓછા પગારવાળી નોકરી કરવા ઇચ્છુક નથી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
ઑસ્ટ્રેલિયામાં એક કતલખાનાને વાર્ષિક ૧,૩૦,૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (આશરે ૭૩ લાખ રૂપિયા) જેટલા પગારવાળી જગ્યા ભરવી છે, પણ યોગ્ય ઉમેદવાર મળતા નથી. આશરે ૧૪૦ જેટલી અરજીઓ આવી છે પણ એમાં એક પણ ઑસ્ટ્રેલિયન નથી. મોટા ભાગના અરજદારો ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, નાઇજીરિયા અને સાઉથ અમેરિકાના છે. આ ઉમેદવારોને અંગ્રેજી બોલતાં આવડતું નથી અને નોકરીસંબંધિત કોઈ ક્વૉલિફિકેશન પણ ધરાવતા નથી. આ પોસ્ટ માટે અરજી કરવાનો તેમનો એકમાત્ર ઉદ્દેશ ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવાનો છે. સિડનીમાં આવેલા આ કતલખાનાએ પાંચ વખત જાહેરાતો આપી છે, પણ ઑસ્ટ્રેલિયામાંથી તેમને યોગ્ય ઉમેદવાર મળતો નથી. દર વખતે કંપનીને ૧૧૦૦ ડૉલરનો ખર્ચ કરવો પડે છે. ઓછો પગાર અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે વધી રહેલા ખર્ચને કારણે ઘણા લોકો આટલા ઓછા પગારવાળી નોકરી કરવા ઇચ્છુક નથી. બીજી તરફ નવા ઉમેદવારોને કસાઈનું કામ શીખવવા માટે પણ કંપની પાસે અનુભવી કસાઈઓની અછત છે. કંપનીનું માનવું છે કે આ અભૂતપૂર્વ કટોકટી છે.

