આ વાઇરલ વિડિયોમાં એક કુક અને એક વેઇટર જોવા મળ્યા હતા
વેઇટર ઢોસાની ૧૬ પ્લેટને પોતાના હાથ પર એકસાથે લઈ જતો જોવા મળ્યો હતો.
આનંદ મહિન્દ્રએ મંગળવારે ટ્વિટર પર એક વેઇટરનો વિડિયો શૅર કર્યો હતો, જેનું ખાસ કારણ એ હતું કે આ વેઇટર ઢોસાની ૧૬ પ્લેટને પોતાના હાથ પર એકસાથે લઈ જતો જોવા મળ્યો હતો. તેની આ સ્કિલથી આનંદ મહિન્દ્ર ઇમ્પ્રેસ થયા છે. આ વાઇરલ વિડિયોમાં એક કુક અને એક વેઇટર જોવા મળ્યા હતા. આ વેઇટર કુકને એક પછી એક પ્લેટ આપે છે અને કુક એમાં ઢોસા મૂકીને પ્લેટ પાછી વેઇટરને આપે છે. આ વેઇટર પોતાના હાથ પર એક પછી એક પ્લેટ ગોઠવે છે અને એ પછી તમામ પ્લેટને એકસાથે લઈ જાય છે.


