Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૩ વર્ષથી બબ્બે સરકારી નોકરી કરતો રહ્યો એક કર્મચારી

૩૩ વર્ષથી બબ્બે સરકારી નોકરી કરતો રહ્યો એક કર્મચારી

Published : 17 March, 2026 12:45 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે આરોપીને દોષી ઠેરવીને ૭ વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ થશે

જયપ્રકાશ સિંહ

અજબ ગજબ

જયપ્રકાશ સિંહ


ઉત્તર પ્રદેશમાં જયપ્રકાશ સિંહ નામનો એક માણસ બે સરકારી ખાતાંમાં અલગ-અલગ નોકરીઓ કરતો હતો એવું જાણવા મળ્યું છે. આવું એકાદ-બે વર્ષ માટે નહીં, લગભગ ૩૩ વર્ષ સુધી ચાલ્યું હતું. જયપ્રકાશે ૧૯૭૯માં પ્રતાપગઢમાં નૉન-મેડિકલ અસિસ્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એ પછી તેણે ૧૯૯૩માં બારાબંકીમાં સરકારી શિક્ષકની નોકરી પણ લીધી. એનો ખુલાસો એક નાગરિકે કરેલી રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીમાં થયો હતો. બન્ને જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓનો ડેટા તપાસાઈ રહ્યો હતો ત્યારે ખબર પડી કે બે જગ્યાએ કામ કરતી જયપ્રકાશ સિંહ નામની વ્યક્તિ એક જ છે. એ પછી તો પોલીસમાં ફરિયાદ નોંધાઈ. હવે કોર્ટે આરોપીને દોષી ઠેરવીને ૭ વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ થશે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 12:45 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK