એક અમેરિકન મહિલાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં તે ભરબજારે હાથમાં એક પોસ્ટર લઈને ફરતી જોવા મળે છે. તેના પોસ્ટરમાં લખ્યું છે, ‘ભારતીય પતિ જોઈએ છે.’ બસ, પછી તો પૂછવું જ શું?
એક વિદેશી ગોરી બજારમાં પોસ્ટર લઈને નીકળી, ‘ભારતીય પતિ જોઈએ છે’
એક અમેરિકન મહિલાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં તે ભરબજારે હાથમાં એક પોસ્ટર લઈને ફરતી જોવા મળે છે. તેના પોસ્ટરમાં લખ્યું છે, ‘ભારતીય પતિ જોઈએ છે.’ બસ, પછી તો પૂછવું જ શું? તેના સોશ્યલ મીડિયા પર ભારતીય ઉમેદવારોની લાઇન લાગી ગઈ. જોકે નવાઈની વાત એ છે કે મહિલાએ જે માર્કેટમાં આ પોસ્ટરને લઈને ચર્ચા જગાવી છે એ ભારતીય માર્કેટ નથી, પરંતુ અમેરિકાના ન્યુ યૉર્ક શહેરનું ટાઇમ્સ સ્ક્વેર છે. આ મહિલાની પોસ્ટ પછી સોશ્યલ મીડિયામાં એ ચર્ચા છેડાઈ છે કે દુનિયામાં એવા દેશો પણ છે જ્યાં ભારતીય પતિ ડિમાન્ડમાં છે. મોટા ભાગના લોકોનું કહેવું છે કે અમેરિકા અને પશ્ચિમના દેશોની છોકરીઓ ભારતીય છોકરાઓ સાથે લગ્ન કરવા માગે છે કેમ કે તેઓ વધુ વફાદાર અને હસબન્ડ તરીકે ખૂબ સારા હોય છે.


