Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > AIએ બનાવી આપ્યો રિયલ લાગે એવો જ ચેક

AIએ બનાવી આપ્યો રિયલ લાગે એવો જ ચેક

Published : 25 April, 2026 01:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિરીષ નામના એક યુઝરે ChatGPTના નવા ઇમેજ ટૂલનો ઉપયોગ કરીને UCO બૅન્કનો એક ચેક તૈયાર કર્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જેટલી ઝડપથી આપણી જિંદગીને આસાન બનાવી રહી છે એટલી જ ઝડપથી સુરક્ષાની ચિંતાઓ પણ ઊભી થવા લાગી છે. સોશ્યલ મીડિયા પર એક ફોટો વાઇરલ થયો છે જેણે બૅન્કિંગ ક્ષેત્રના લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. શિરીષ નામના એક યુઝરે ChatGPTના નવા ઇમેજ ટૂલનો ઉપયોગ કરીને UCO બૅન્કનો એક ચેક તૈયાર કર્યો છે. આ ચેક દેખાવમાં એટલો અસલી લાગે છે કે પહેલી નજરમાં ખબર જ ન પડે કે એ AI જનરેટેડ છે. વાઇરલ ફોટોમાં ૬૯,૦૦૦ રૂપિયાની રકમનો ચેક દેખાડ્યો છે. એમાં બૅન્કનું નામ, બ્રાન્ચની જાણકારી, અકાઉન્ટ-નંબર અને ચેકની નીચેની તરફ આવતો ખાસ કોડ પણ અસલી ચેક જેવો જ દેખાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK