મુમતાઝે વાતચીત દરમ્યાન કહ્યું કે તેમને દમ મારો દમ ગર્લ ક્યારેય સારી ઍક્ટ્રેસ નથી લાગી, ૧૯૭૦ના દાયકામાં મુમતાઝે અનેક ફિલ્મોમાં પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોનું દિલ જીત્યું હતું.
હું ઝીનત અમાનને સ્ટાર નથી માનતી
૧૯૭૦ના દાયકામાં મુમતાઝે અનેક ફિલ્મોમાં પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોનું દિલ જીત્યું હતું. એ જ સમયગાળા દરમ્યાન ઝીનત અમાન પણ ખૂબ ચર્ચામાં રહી હતી અને તેનો બોલ્ડ અંદાજ દર્શકોને પસંદ આવ્યો હતો. મુમતાઝ અને ઝીનત એકસાથે ‘હરે રામા હરે ક્રિષ્ના’ જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યાં છે. હાલમાં મુમતાઝે એક વાતચીત દરમ્યાન ઝીનત અમાનની ઍક્ટિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે હું ઝીનત અમાનને ‘સ્ટાર’ નથી માનતી.
પોતાની લાગણી વ્યક્ત કરતાં મુમતાઝે કહ્યું કે ‘આવું કહેતાં મને થોડો અફસોસ થાય છે, હું ઝીનતને સ્ટાર નથી માગતી. મને ઝીનત ક્યારેય બહુ સારી ઍક્ટ્રેસ પણ નથી લાગતી અને મારી આ વાત માટે હું ઝીનત પાસે માફી પણ માગીશ. હું પૂછવા માગું છું કે ઝીનતને કેટલા અવૉર્ડ મળ્યા છે? જો આપણે દરેકને સ્ટાર કહેવા લાગીએ તો એ યોગ્ય નથી. દરેક વ્યક્તિ સ્ટાર નથી હોતી. મારા મતે દિલીપ કુમાર, દેવ આનંદ અને શમ્મી કપૂર જ સાચા અર્થમાં સ્ટાર હતા. સ્ટારડમ મેળવવું ખૂબ મુશ્કેલ છે અને એમાં વર્ષો લાગી જાય છે.’
