જમીન પર કેટલાક લોકોએ હારને પકડી રાખ્યો છે જેથી બૅલૅન્સ જળવાઈ રહે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રાજસ્થાનના ડીગ ગામનો ૨૦ સેકન્ડનો એક વિડિયો સામે આવ્યો છે. એમાં દુલ્હો તૈયાર થઈને એક ઊંચી સીડી પર ચડીને ઊભો છે. તેના ગળામાં ૧૦૦ ફુટ લાંબી ચલણી નોટોની માળા છે. એમાં ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની અસલી નોટો વપરાઈ છે. સ્થાનિક લોકો માટે આ કોઈ અજાયબી નથી. તેમનું કહેવું છે કે લગ્નની રસમોમાં દુલ્હો ચલણી નોટોનો હાર પહેરે એ પરંપરા છે. જોકે આ દુલ્હાએ પહેરેલા હારની લંબાઈએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લાંબી માળા પહેરવા માટે તે એક ઊંચી સીડી પર ચડી ગયો છે. જમીન પર કેટલાક લોકોએ હારને પકડી રાખ્યો છે જેથી બૅલૅન્સ જળવાઈ રહે.
