Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દોઢ વર્ષનું બાળક હલ્ક ગળી ગયું, ડૉક્ટરોએ સર્જરી કરીને કાઢ્યું

દોઢ વર્ષનું બાળક હલ્ક ગળી ગયું, ડૉક્ટરોએ સર્જરી કરીને કાઢ્યું

Published : 04 February, 2026 01:18 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી કરી હતી અને પેટમાં છેક ઊંડેથી પ્લાસ્ટિકના હલ્કને બહાર ખેંચી કાઢ્યો હતો

બાળકના પેટમાં આખેઆખું રમકડું હતું એટલે ડૉક્ટરોએ તેને બેહોશ કરીને મોંમાં કૅમેરા સાથેના મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી કરી હતી

અજબ ગજબ

બાળકના પેટમાં આખેઆખું રમકડું હતું એટલે ડૉક્ટરોએ તેને બેહોશ કરીને મોંમાં કૅમેરા સાથેના મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી કરી હતી


અમદાવાદમાં દોઢ વર્ષનું એક બાળક રમતાં-રમતાં તેને આપવામાં આવેલું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું હતું. આ રમકડું હતું પ્લાસ્ટિકનો હલ્ક. ખૂબ મિનિએચર સાઇઝનું હલ્ક ટૉય ગળામાં ફસાઈ જતાં બાળક ન તો રડી શક્યું ન કંઈ કહી શક્યું. જોકે તેના ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈને માને લાગ્યું કે કંઈક તો ગરબડ છે. માએ બાળકને પાણી પીવડાવ્યું તો તરત તેને વૉમિટ થઈ ગઈ. બાળક જે રમકડાથી રમી રહ્યું હતું એમાંથી એક હલ્કનું ટૉય ગાયબ હતું એટલે માને શંકા ગઈ કે ક્યાંક એ તો દીકરો ગળી નથી ગયોને? તરત જ દીકરાને લઈને તેણે સિવિલ હૉસ્પિટલમાં પહોંચવાનું કામ કર્યું. ત્યાં એક્સ-રે કરતાં ખબર પડી કે ખરેખર રમકડું પેટમાં જતું રહ્યું છે. બાળકના પેટમાં આખેઆખું રમકડું હતું એટલે ડૉક્ટરોએ તેને બેહોશ કરીને મોંમાં કૅમેરા સાથેના મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી કરી હતી અને પેટમાં છેક ઊંડેથી પ્લાસ્ટિકના હલ્કને બહાર ખેંચી કાઢ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 01:18 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK