ઇસ્કૉન સંસ્થા સાથે સંકળાયેલી શ્યામા નામની આફ્રિકન મહિલા ભગવાન કૃષ્ણને સમર્પિત હોવાથી તેણે થોડા સમય પહેલાં ભારતીય સનાતન પરંપરા મુજબ લગ્ન કર્યાં હતાં. આજકાલ દુલ્હનો પેસ્ટલ અને હળવા રંગો લગ્ન વખતે પહેરે છે ત્યારે શ્યામાએ લાલ ચટાકેદાર રંગની સાડી પહેરી.
શ્યામા
ઇસ્કૉન સંસ્થા સાથે સંકળાયેલી શ્યામા નામની આફ્રિકન મહિલા ભગવાન કૃષ્ણને સમર્પિત હોવાથી તેણે થોડા સમય પહેલાં ભારતીય સનાતન પરંપરા મુજબ લગ્ન કર્યાં હતાં. આજકાલ દુલ્હનો પેસ્ટલ અને હળવા રંગો લગ્ન વખતે પહેરે છે ત્યારે શ્યામાએ લાલ ચટાકેદાર રંગની સાડી પહેરી હતી.
ભારતીય લગ્નોમાં દુલ્હન જે રીતે શણગાર કરે છે એવો પરંપરાગત શણગાર તેણે કર્યો હતો. લગ્ન માટે તેણે બનારસી સાડી અને મિડ સ્લીવ્ઝનું બ્લાઉઝ પહેર્યાં હતાં. ખભા પર પલ્લુ સાથે સાડી અને સોનાનો કમરબંધ પણ પહેર્યાં હતાં. તેણે સોનાનો ચોકર સેટ પહેર્યો હતો અને સાથે ટેમ્પલ જ્વેલરીનો હાર અને એક મોતીનો હાર પહેર્યો હતો. એની સાથે કાનમાં ઝૂમખાં, માથા પર પટ્ટી અને નથ પણ પહેરી હતી. હાથમાં લાલ રંગની બંગડીઓ અને સોનાનું હાથફૂલ પણ પહેર્યું હતું. શ્યામાએ હળવો મેક-અપ કર્યો હતો અને ગાલ હાઇલાઇટ કરાવ્યા હતા તથા હળવા રંગનો આઇશૅડો અને સફેદ લાઇનર લગાવ્યાં હતાં. તેના લુકનું ખાસ આકર્ષણ હતું કૃષ્ણ તિલક. યુ-આકારનું ચંદનનું આ તિલક નાક પર કરવામાં આવે છે. કપાળમાં લાલ બિંદીની નીચે નાક પરનું તિલક કૃષ્ણના ચરણનું પ્રતીક માનવામાં આવે છે. કૃષ્ણભક્તો માટે આ સૌથી મોટું આભૂષણ હોય છે.
લગ્નમાં માત્ર દુલ્હન જ નહીં, દુલ્હો પણ પારંપરિક અવતારમાં નજરે પડ્યો હતો. તેણે ક્રીમ રંગનો કુરતો અને ધોતી પહેર્યાં હતાં. આ લગ્નવિધિ સંપૂર્ણ રીતે સનાતની રીતરિવાજથી સંપન્ન થઈ હતી.
આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પરંપરાઓ કેવી રીતે દેશ અને સીમાડા છોડીને આગળ વધે છે એનું પ્રતીક આ લગ્નસમારોહ હતો. આ દર્શાવે છે કે સુંદરતા, પરંપરા અને ભક્તિને કોઈ સીમાડા નડતા નથી.

