ઢોસા પાથર્યા પછી એના પર ચીઝ અને કેરીનો રસ પાથરવામાં આવે છે
આમ રસ ચીઝ ઢોસા
ગુજરાતના સ્ટ્રીટ-ફૂડમાં કોઈ પણ વાનગીમાં ચીઝનો મારો કરીને ફ્યુઝન ક્રીએટ કરી નાખવામાં આવે છે. જોકે સુરતમાં એક વાનગીએ તો હદ જ કરી નાખી છે. સોશ્યલ મીડિયામાં ફરી રહેલી એક ક્લિપમાં ઢોસા પાથર્યા પછી એના પર ચીઝ અને કેરીનો રસ પાથરવામાં આવે છે. ઢોસો કડક થાય એટલે એને કાપીને કેરીના રસ સાથે સર્વ કરવામાં આવે છે. એક ફૂડ-વ્લોગરે સ્ટ્રીટ-સ્ટૉલ પર મળતી આ સાઉથ ઇન્ડિયન વાનગીનો વિડિયો લીધો હતો જે સોશ્યલ મીડિયામાં જબરદસ્ત ટીકા પામ્યો હતો. ઢોસાની સાથે કેરીના રસનું કૉમ્બિનેશન અને વળી એમાં ચીઝ ઉમેરવામાં આવ્યું એ જોઈને ભલભલા લોકોના મોંમાંથી ‘યક...’ ઉદ્ગાર નીકળી ગયો હતો. એક જણે તો લખ્યું હતું કે ‘મત કર સુરતીલાલા, મત કર...’
