મૂળ બિહારના છપરા ગામનો ૩૨ વર્ષનો પ્રમોદ માંઝી સિંગર કુમાર સાનુનો ડાઇ હાર્ડ ફૅન છે.
પ્રમોદ માંઝી
મૂળ બિહારના છપરા ગામનો ૩૨ વર્ષનો પ્રમોદ માંઝી સિંગર કુમાર સાનુનો ડાઇ હાર્ડ ફૅન છે. નાનપણથી તે કુમાર સાનુનાં ગીતો જ સાંભળતો આવ્યો છે. જોકે છેલ્લા થોડાક સમયથી તે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો છે. તે નાગપુરથી પોતાના ગામ પાછો જઈ રહ્યો હતો ત્યારે લગભગ ત્રણેક વાર તેણે પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરી. પહેલાં તો તેણે ચાલતી ટ્રેનમાંથી પડતું મૂકવાની કોશિશ કરી, પણ તેના ભાઈએ રોકી લીધો. વચ્ચે જબલપુર સ્ટેશન આવ્યું તો તેણે ટૉઇલેટમાં જઈને બ્લેડથી હાથની નસ કાપી નાખી હતી. તરત જ તેને જબલપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે હૉસ્પિટલમાં પણ તેણે પહેલા માળેથી કૂદકો મારીને ફરીથી જીવ દેવાનો પ્રયાસ કર્યો હતો. તેના પરિવારજનોએ તેને સમજાવીને મરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે અત્યાર સુધી તે માત્ર કુમાર સાનુનાં ગીતો જ સાંભળતો હતો, પણ હવે તેણે બીજા સિંગરોનાં ગીતો સાંભળવાનું શરૂ કર્યું હોવાથી કુમાર સાનુ તેના પર નારાજ છે. માનસિક અસ્વસ્થ વ્યક્તિ પાસેથી સુસાઇડ માટેનું આવું જ કારણ મળેને?


