તે પોતે એક પાવરલિફ્ટર છે અને ટ્રેઇનિંગના ભાગરૂપે આ કામ કરી રહી છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર કાવી નામની એક ભારતીય મહિલા પુરુષોને પણ પસીનો પડાવી દે એવું કારનામું કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો છે. ચાર જાયન્ટ ટાયરને એકસાથે કાવી ઉપાડી રહી છે. જોકે તે પોતે એક પાવરલિફ્ટર છે અને ટ્રેઇનિંગના ભાગરૂપે આ કામ કરી રહી છે. સામાન્ય સંજોગોમાં આ ટાયરને ખસેડવામાં પણ બે પુરુષોની જરૂર પડી શકે છે. દિલ્હીની ડિજિટલ ક્રીએટર અને પાવરલિફ્ટિંગમાં પાવરધી કાવી તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવી અઢળક ભારેખમ ચીજો ઉપાડતી જોવા મળી જશે.

