પિતા-પુત્રની આ જોડીએ થ્રી ડાઇમેન્શનલ (3D) પ્રિન્ટરની મદદથી કાર્બન ફાઇબરમાંથી બૅટરીથી ચાલતું ડ્રોન બનાવ્યું હતું
ડ્રોન
સાઉથ આફ્રિકાના લ્યુક બેલ અને તેના પપ્પા માઇકે ભેગા મળીને એક એવું હલકુંફુલકું ડ્રોન બનાવ્યું છે જે વિશ્વમાં સૌથી ઝડપી ઊડતા ડ્રોનનો ખિતાબ મેળવી ચૂક્યું છે. પિતા-પુત્રની આ જોડીએ થ્રી ડાઇમેન્શનલ (3D) પ્રિન્ટરની મદદથી કાર્બન ફાઇબરમાંથી બૅટરીથી ચાલતું ડ્રોન બનાવ્યું હતું અને આ પહેલાંના લગભગ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતા ડ્રોનનો રેકૉર્ડ તોડ્યો હતો.
લ્યુક અને માઇકે આ ડ્રોન બનાવવા માટે ઍરોથર્મલ એન્જિનિયર ક્રિસ રૉસરની મદદ લઈને એવું ડ્રોન બનાવેલું જે સૌથી વધુ ૫૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં દોડી શકે છે અને ઍવરેજ ૪૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે. એક જ મહિનામાં તૈયાર થયેલા આ ડ્રોનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા માન્યતા પણ મળી છે.

