સ્ટૅગ બીટલ્સ ઠંડી સહન નથી કરી શકતા એટલે તેમના સંવર્ધનકાળ દરમ્યાન ઠંડીમાં આ કીડા મરી જાય છે.
ભમરો
એક કીડો આમ તો કચરામાં પેદા થાય છે, પણ એની કિંમત કરોડોમાં અંકાય છે. આ ભમરો મળી જાય તો માલામાલ થઈ જવાય એમ છે અને એ છે સ્ટૅગ બીટલ. બેથી ત્રણ ઇંચની સાઇઝના આ ભમરાની પ્રજાતિ દુર્લભ મનાય છે. બીટલ્સમાં લગભગ ૧૨૦૦ પ્રજાતિ છે એમાંથી આ પ્રજાતિના સંવર્ધન માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. થોડા સમય પહેલાં એક જપાની બ્રીડરે સ્ટૅગ બીટલનો એક ભમરો ૯ મિલ્યન એટલે કે લગભગ ૭૫ લાખ રૂપિયામાં વેચ્યો હતો. આ ભમરાનો ઉપયોગ કેટલીક મોંઘી દવાઓમાં થતો હોવાથી એની કિંમત મસમોટી હોવાનું મનાય છે. અત્યારે આ પ્રજાતિ લુપ્ત થવાને આરે છે ત્યારે એનું સંવર્ધન કરવા માટે ખાસ ક્વૉલિટીના સ્ટૅગ બીટલ્સની ડિમાન્ડ સારીએવી છે. સ્ટૅગ બીટલ્સ ઠંડી સહન નથી કરી શકતા એટલે તેમના સંવર્ધનકાળ દરમ્યાન ઠંડીમાં આ કીડા મરી જાય છે. સ્ટૅગ બીટલ્સની ઓળખ છે તેના માથા પર લાગેલાં પાંચ ઇંચ જેટલાં લાંબાં શિંગડાં. તેની જીભ ઑરેન્જ કલરની હોય છે. ૭ વર્ષનું જીવન ધરાવતા આ કીડાને કચરામાં રહેવાનું ગમે છે. જ્યારે આ કીડા ઇયળના તબક્કામાં હોય છે ત્યારે એ સડેલાં લાકડાં ખાઈને જીવે છે, પણ પુખ્ત થયા પછી એ ફળનો રસ ચૂસે છે.

