7 ફુટ 7 ઇંચનો આ પંજાબી પુત્તર છે વિશ્વનો સૌથી લાંબો પોલીસમૅન
પંજાબી પુત્તર જગદીપ સિંહ
પંજાબ પોલીસમાં કામ કરતા જગદીપ સિંહની હાઇટ એટલી લાંબી છે કે તે માત્ર ભારતનો જ નહીં, વિશ્વનો સૌથી લાંબો પોલીસમૅન છે. હાઇટ છે સાત ફુટ ૬ ઇંચ. અધધધ હાઇટને કારણે તેનાં કપડાં દરજી પાસે જ સિવડાવવાં પડે છે અને તેનાં જૂતાંની સાઇઝ ૧૯ની છે જે વિદેશથી જ મગાવવાં પડે છે. ભાઈનું વજન ૧૯૦ કિલો છે. લાંબી હાઇટ હોવાને કારણે જગદીપ ખૂબ પરેશાન છે. તે નૉર્મલ વૉશરૂમ વાપરી શકતો નથી. લોકલ બસ કે ટૅક્સીમાં બેસવાનું તેને મુશ્કેલ પડે છે. દરેક જગ્યાએ તેની પોતાની જ કાર લઈને જવું પડે છે. જગદીપનું કહેવું છે કે જેમ-જેમ હાઇટ વધતી ગઈ છે તેમ-તેમ પરેશાનીઓ પણ વધવા લાગી છે. તેને જીવનસાથી મેળવવામાં ઘણી તકલીફ પડી હતી. જોકે તેનાં લગ્ન સુખબીર કૌર સાથે થયાં છે અને તેની હાઇટ પાંચ ફુટ ૧૧ ઇંચની છે.
આ પણ વાંચો : આ હૉસ્પિટલના ડિલિવરી યુનિટમાં કામ કરતી તમામ નવેનવ નર્સ છે પ્રેગ્નન્ટ
ADVERTISEMENT
આ પહેલાંના સૌથી ઊંચા પોલીસમૅનનું બહુમાન પણ ભારતીય પોલીસવાળાના નામે જ હતું. હરિયાણામાં રહેતો રાજેશકુમાર સાત ફુટ ચાર ઇંચની હાઇટ ધરાવે છે.


