વિજય નિશ્ચલ નામનાં આ દાદીને નાનપણથી જ અવનવી વાનગીઓ બનાવવાનો શોખ હતો
વિજય નિશ્ચલ
સામાન્ય રીતે ૬૦ વર્ષે માણસને નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે અને ધીમે-ધીમે તે પોતાની પ્રવૃતિઓમાં થાકી જવાની વાત કરતો થઈ જાય છે, પણ આ વાત એક એવાં દાદીની છે જેમને પ્રથમ વાર પોતાનો વિડિયો રેકૉર્ડ કર્યા બાદ ઇન્ટરનેટનું ઘેલું લાગ્યું હતું વિજય નિશ્ચલ નામનાં આ દાદી આજે ૮૮ વર્ષની ઉંમરે યુટ્યુબ-સ્ટાર બન્યાં છે.
વિજય નિશ્ચલ નામનાં આ દાદીને નાનપણથી જ અવનવી વાનગીઓ બનાવવાનો શોખ હતો. જ્યારે આ દાદી ૮૫ વર્ષનાં થયાં ત્યારે તેમના પૌત્ર ક્રિશે પોતાનાં દાદીને કહ્યું કે તમે સરસ રસોઈ બનાવો છો અને નવી-નવી વાનગીઓ બનાવો છો તો ચાલોને એક યુટ્યુબ-ચૅનલ બનાવીએ.
ADVERTISEMENT
આ દાદીએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નહોતો. તેમણે પ્રયત્ન કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેમનો પ્રથમ વિડિયો યુટ્યુબ પર રજૂ થયો ત્યારે એને મળેલા પ્રતિસાદ અને મેસેજિસના ઢગલાથી દાદી ખુશ થઈ ગયાં હતાં.
‘દાદી કી રસોઈ’ નામની તેમની યુટ્યુબ-ચૅનલ ધીમે-ધીમે ખૂબ લોકપ્રિય થઈ ગઈ અને ત્રણ વર્ષ પછી આજે ૮૮ વર્ષની ઉંમરે દાદી સુપરસ્ટાર બની ગયાં. દાદી ૯૦ સેકન્ડના વિડિયોમાં સાદી રેસિપીઓ અને કુકિંગના ઘરેલુ નુસખાઓ શૅર કરે છે. યુટ્યુબ પર દાદીના સબસ્ક્રાઇબર્સનો આંકડો ૧૦ લાખને પાર કરી ગયો છે, ઇન્સ્ટાગ્રામ પર તેમના ૧૬+ લાખ ફૉલોઅર્સ છે.
આવી અળવીતરી પણ હોય ફૅશન

મુંબઈમાં યોજાયેલા લૅક્મે ફૅશન વીકમાં અનુરાગ ગુપ્તા નામના એક ડિઝાઇનરના ચિત્રવિચિત્ર પોશાકો પણ પ્રદર્શિત થયા હતા. આ પોશાકો જાહેર જીવનમાં પહેરી શકાય કે કેમ એ મોટો સવાલ છે.
