Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧ મિનિટમાં ૧૫૬ પ્લૅન્ક જૅક્સ કરીને અમદાવાદના આ ટબૂરિયાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

૧ મિનિટમાં ૧૫૬ પ્લૅન્ક જૅક્સ કરીને અમદાવાદના આ ટબૂરિયાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

Published : 22 September, 2026 02:00 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદના ૮ વર્ષના જયબીર સિંહ ગુરુદત્તે ફક્ત ૧ મિનિટમાં ૧૫૬ પ્લૅન્ક જૅક્સ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયાએ તેની સિદ્ધિને માન્યતા આપી છે. જયબીર ૭ વર્ષની ઉંમરથી ફિટનેસ તાલીમ લે છે અને બે કલાકની તાલીમ લે છે.

જયબીર સિંહ ગુરુદત્ત

જયબીર સિંહ ગુરુદત્ત


અમદાવાદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા ૮ વર્ષના જયબીર સિંહ ગુરુદત્તે માત્ર ૧ મિનિટમાં ૧૫૬ પ્લૅન્ક જૅક્સ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. પ્લૅન્ક જૅક્સ એટલે એવી કસરત જેમાં પંજાથી કોણી સુધીના હાથ અને પગના આંગળાં જ જમીન પર ટેકવેલા હોય, બાકીનું શરીર જમીનથી ઊંચકાયેલું હોય. આ પ્લૅન્ક અવસ્થામાં પણ જૅક્સ એટલે કે સ્મૉલ જમ્પ પણ કરવાના હોય છે. પ્લૅન્ક પોઝિશનમાં શરીરને બૅલૅન્સ કરીને ૧૫૬ જૅક્સ લગાવવાની જયબીરની આ સિદ્ધિ વર્લ્ડ રેકૉર્ડ્‍સ ઇન્ડિયા દ્વારા માન્ય થઈ છે. હર્ષમિત સિંહ અને ખુશ્બૂ કૌરનો દીકરો જયબીર માત્ર ૭ વર્ષનો હતો ત્યારથી તેણે ફિઝિકલ ફિટનેસની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે કોચ અમનદીપ સિંહ ગોત્રા પાસેથી રોજ બે કલાક તાલીમ લેતો હતો. એમાં સ્ટ્રેન્ગ્થ, સ્ટેમિના, માર્શલ આર્ટ્‍સ અને ફિટનેસની કપરી ટ્રેઇનિંગ લેતો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 02:00 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK