રેસ્ટોરાં ચેઇન બૅન્ગલુરુ થિંડીઝનું હોર્ડિંગ જોઈને લોકો ચકરભમર થઈ જાય છે. કારણ કે હોર્ડિંગમાંથી એક માણસ મોટા ગ્લાસમાંથી ફિલ્ટર કૉફી કાઢીને લોકોને ધરતો દેખાય છે.
3D હૉર્ડિંગ
ગજબ કહેવાય નહીં! આપણે અત્યાર સુધી હોર્ડિંગ્સમાં ફોટો જ જોયા છે, પણ બૅન્ગલોરમાં 3D હૉર્ડિંગે તો કમાલ કરી છે. રેસ્ટોરાં ચેઇન બૅન્ગલુરુ થિંડીઝનું હોર્ડિંગ જોઈને લોકો ચકરભમર થઈ જાય છે. કારણ કે હોર્ડિંગમાંથી એક માણસ મોટા ગ્લાસમાંથી ફિલ્ટર કૉફી કાઢીને લોકોને ધરતો દેખાય છે. રેસ્ટોરાંએ આ મહિનાની શરૂઆતથી એક જ દિવસમાં નવી ૩ ચેઇન શરૂ કરતાં આ હોર્ડિંગ્સ ઠેર-ઠેર મુકાવ્યાં છે અને ઇન્સ્ટાગ્રામમાં વિડિયો પણ અપલોડ કર્યા છે. ઘણા લોકોએ 3D જાહેરાતથી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે પણ ઘણાએ એવું પણ કહ્યું કે આવી જાહેરાતો જોવામાં ધ્યાન જાય તો અકસ્માત પણ થઈ શકે.

