સેન્ટર પર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરીક્ષાકેન્દ્રોની છત પર હથિયારધારી પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
હરિયાણાના નૂહમાં એક પબ્લિક સ્કૂલમાં દસમા ધોરણની પરીક્ષામાં ૩૪ જણને એટલા માટે પકડવામાં આવ્યા હતા કારણ કે તેઓ બીજા કોઈને બદલે પરીક્ષાનાં પેપર લખી રહ્યા હતા. આ પ્રકારે પેપર લખવા માટે જુદાં-જુદાં કારણો હતાં. કોઈ પોતાનો પ્રેમ પુરવાર કરવા પેપર લખવા આવ્યું હતું તો કોઈ સંબંધો સાચવવા માટે બીજા માટે પેપર લખી રહ્યું હતું. કેટલાક માત્ર પૈસા ખાતર બીજા માટે પેપર લખી રહ્યા હતા.
એક કેસમાં તો એક છોકરો તેની ગર્લફ્રેન્ડના ભાઈનું પેપર લખી રહ્યો હતો, કારણ કે તે પોતાની પ્રેમિકાને સાચી ફીલિંગ્સ જણાવવા માગતો હતો. પકડાયેલા ૩૪માંથી ૬ સગીર વયના છે. આ સ્કૂલમાં મોટા પાયે ચીટિંગ થઈ રહી છે એવી જાણકારી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
હવે પેપરમાં ચીટિંગ રોકવા માટે જબરદસ્ત સુરક્ષાવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દરેક સેન્ટર પર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરીક્ષાકેન્દ્રોની છત પર હથિયારધારી પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.
