Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાની નરવાલ મર્ડર કેસ: હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી, એકની ધરપકડ કરાઇ

હિમાની નરવાલ મર્ડર કેસ: હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી, એકની ધરપકડ કરાઇ

Published : 03 March, 2025 09:45 AM | Modified : 04 March, 2025 06:58 AM | IST | Haryana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Himani Narwal Murder Case: હરીયાણા પોલીસ દ્વારા ગુનામાં સામેલ શંકાસ્પદની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકર્તા હિમાની નરવાલની હત્યા (Himani Narwal Murder Case)એ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. શનિવારે ૧લી માર્ચે હિમાનીનો મૃતદેહ હરિયાણામાં રોહતક નજીક હાઇવે પર એક સુટકેસમાંથી મળી આવ્યા બાદ હાહાકાર મચી ગયો હતો. આ હત્યા પાછળ કોનો હાથ હતો એ જાણવા માટે પોલીસ સતત પ્રયત્ન કરતી હતી. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે હરિયાણા પોલીસે આ સમગ્ર મામલે એક શંકાસ્પદ આરોપીની આજે ધરપકડ કરી છે.

ગુનામાં સામેલ હતો આ શખ્સ?



આ એક શખ્સની ધરપકડ બાદ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલી રહેલી તપાસમાં (Himani Narwal Murder Case) ગુનામાં સામેલ શંકાસ્પદની ઓળખ થઈ હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ માહિતી જલ્દી જ સામે આવશે.


હિમાની નરવાલના પરિવારે તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર માટે ચોખી ના પાડી દીધી હતી. વળી કહ્યું હતું કે જ્યાં સુધી હિમાનીના હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર નહીં જ કરીએ. 

હિમાનીને ઓળખતો હતો આ શખ્સ?


હવે હિમાનીની હત્યા કરનાર જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે હરિયાણાનો જ રહેવાસી (Himani Narwal Murder Case) હોવાનું સામે આવ્યું છે. વળી હિમાનીને તે ઓળખતો હતો. તેની સાથે હિમાની રિલેશનમાં હતી તેવું પણ સામે આવ્યું છે. છે કે આ કોંગ્રેસ કાર્યકર કથિત રીતે તેને બ્લેકમેલ કરી રહી હતી અને તેની પાસેથી લાખો રૂપિયાની વસૂલાત પણ કરતી હતી. 

આ વચ્ચે પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક કોંગ્રેસી નેતાઓ આમ ઓછા સમયમાં રાજકીય ક્ષેત્રે આગળ આવી ગઈ હોવાના કારણે હિમાની નરવાલથી ઇર્ષ્યા કરતા હતા.

મૃતકની માએ આવો આરોપ મૂક્યો છે 

મૃતક હિમાની નરવાલની માતા સવિતા નરવાલે હવે કેટલાંક ખુલાસા (Himani Narwal Murder Case) કરતાં કહ્યું હતું કે ચૂંટણી અને પાર્ટીએ મારી દીકરીનો જીવ લઈ લીધો છે. વળી તેની માતાએ એવો પણ દાવો કર્યો હતો કે તે પાર્ટીમાં ખૂબ આગળ વધી ગઈ હતી, જેના કારણે તેની સામે કેટલાક દુશ્મનો પણ ઊભા થયા હતા. તે ગુનેગારો પક્ષના નેતા, તેના મિત્રો પણ હોઈ શકે છે.

આરોપી સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરાઇ હતી. સાંપલા પોલીસ સ્ટેશનના બિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે રોહતક અને રોહત ટોલ પ્લાઝા વચ્ચેના 25 કિલોમીટરના માર્ગને આવરી લેતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-9ના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારોને શોધવા માટે હોટલ અને રસ્તાની બાજુના ભોજનાલયના સર્વેલન્સ ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. વળી હિમાનીના ઘર અને સાંપલા બસ સ્ટેન્ડ વચ્ચેના માર્ગ પરના પણ જેટલા સીસીટીવી કેમેરા છે તે તમામના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2025 06:58 AM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK